મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો પુરુષો કરતા અલગ અને હળવા હોય છે. ગંભીર છાતીના દુખાવા બદલે હળવો દબાણ, જડબામાં, ગળામાં, ખભામાં કે પેટમાં અસ્વસ્થતા, થાક, ઉલટી, ચક્કર આવવું કે ઠંડો પસીનો આવવો જેવા લક્ષણો દેખાઈ શકે છે. આવા નરમ સંકેતોને સામાન્ય સમજી અવગણવાથી સારવારમાં વિલંબ થાય છે અને જોખમ વધી શકે છે.ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વધારે કોલેસ્ટરોલ, ધુમ્રપાન, તાણ અને મેનોપોઝ પછીના હોર્મોન બદલાવ મહિલાઓમાં હાર્ટ એટેકની શક્યતા વધારે છે. નિયમિત કસરત, સંતુલિત આહાર, તાણ નિયંત્રણ અને સમયસર ચેકઅપ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શરૂઆતના લક્ષણોને ઓળખી તરત જ ડૉક્ટરની સલાહ લેવી જીવ બચાવી શકે છે.